શ્રી ચિરાગ કોરડીયા સાહેબ ભુજનાઓ દ્વારા પશ્ચિમ કચ્છ જીલ્લામાં સસ્તા સોનાના નામે ઠગાઈ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખવા સુચના આપેલ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ નાઓ દ્વારા પશ્ચિમ કચ્છ જીલ્લામાં સસ્તા સોનાના નામે ઠગાઈ કરતા ઇસમો ઉપર અંકુશ મેળવવા તેમજ આરોપીઓ ઉપર સતત વોચ રાખવા સુચના આપેલ.

જે સુચના અન્વયે શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ છેલ્લા ત્રણ વર્ષમાં સસ્તા સોનાના નામે ઠગાઈ કરેલ હોય તેવા આરોપીઓ તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃત્તી સાથે સંકળાયેલ ઇસમોને તેમજ તેઓની શક પડતી જગ્યાઓને ચેક કરવા તા.૨૫/૦૯/૨૦૨૫ ના ક.૧૮/૦૦ થી ૨૧/૦૦ સુધીની એલ.સી.બી. તથા એસ.ઓ.જી. શાખાને કામગીરી કરવા અને કોમ્બીંગ ગોઠવવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ વર્ક આઉટ કરી કુલ ૩૦ થી વધુ આરોપીઓનુ લીસ્ટ બનાવી અને એલ.સી.બી. તથા એસ.ઓ.જી. શાખાની અલગ-અલગ બે ટીમો સાથે આરોપીઓ તેમજ તેઓની શક પડતી જગ્યાને ચેક કરવામાં આવેલ અને હાજર મળી આવેલ આરોપીઓની વિગતવારની પુછપરછ કરી ગેરહાજર આરોપીઓને એલ.સી.બી. શાખા ખાતે અલગ-અલગ તારીખે હાજર રહેવા તેમના સબંધીઓને સુચના આપવામાં આવેલ હતી.

“પોલીસની મદદ મેળવવા માટે સંપર્ક કરો”

હેલ્પલાઇન નંબર – ૧૧૨

પોલીસ કંટ્રોલ રૂમ – ૦૨૮૩૨ ૨૫૦૯૬૦