ગોડાઉનમાંથી થયેલ ઘી ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી આરોપીઓને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”

“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોડાઉનમાંથી થયેલ ઘી ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ આર, જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી જાદવ નાઓએ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હતી જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ એસ આઈ પંકજકુમાર કુશવાહ તથા પો.હેડ.કોન્સ નવીનભાઈ જોષી, શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા, તથા પો.કોન્સ જીવરાજ ગઢવી તથા જયદેવસિંહ જાડેજાનાઓ મીલ્કત સબંધી ગુનાઓ શોધવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઇ ગઢવીનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભુજ મધ્યે આવેલ જથ્થાબંધ માર્કેટમાં આવેલ ગોડાઉનમાં થયેલ ચોરી જે રજાક ગની ઓઢેજા તથા સાહિલ જુસબ કિચ્ચા રહે બન્ને ભુજ વાળાએ તેઓના મિત્ર ફારુક રમઝાન કુંભાર વાળાની લોડીંગ ટેમ્પો વડે કરેલ છે અને તે બધા હાલે ભુજ મધ્યે આવેલ જથ્થાબંધ માર્કેટમાં જલારામ ટ્રેડર્સ પાસે ટેમ્પો સાથે હાજર છે. જે મળેલ બાતમી હકીકત આધારે તપાસ કરતા (૧) રજાક ઉર્ફે પલ્લુ ગની ઓઢેજા (૨) સાહિલ જુસબ કિચ્ચા (૩) ફારુક રમઝાન કુંભાર તથા (૪) યશ કનુભાઇ ઠક્કર વાળાઓ હાજર મળી આવેલ જેથી મજકુર ઇસમોની પુછપરછ કરતા રજાક ઉર્ફે પલ્લુ ગની ઓઢેજા જણાવેલ કે ગયા રવિવારે જથ્થાબંધ માર્કેટ બંધ હોઇ જેથી યશ કનુભાઇ ઠક્કર નાઓએ મને જણાવેલ કે મારા પાસે ગણેશ ટ્રેડસ નામના ગોડાઉન ની ચાવી છે જેનામાંથી ધી ના કાર્ટુના ચોરી કરીને લઇ આવવાના છે જેથી આ બાબતે મે મારા મિત્રો સાહિલ જુસબ કિચ્ચા તથા અસલમ મણકા રહે ભુતેશ્વર દાદુપીર રોડ ભુજ વાળાઓને મે આ ચોરી કરવા બાબતે વાત કરેલ અને અમે ત્રણે ભેગા મળી અમારા મિત્ર ફારુક રમઝાન કુંભાર વાળાને આ ચોરીના માલ લઇ જવા માટે તેને ટેમ્પો લઇ આવવાનું કહી અમે ત્રણેય ભેગા મળી ફારુક રમઝાન કુંભારનો ટેમ્પો વડે ગણેશ ટ્રેડર્સનામની દુકાનના ગોડાઉન પાસે જઈ યશ કનુભાઇ ઠક્કરનાઓએ આપેલ ચાવી વડે દુકાનનું તાળુ ખોલી તેમાં રહેલ ધી ના રર કાર્ટુન ચોરી કરી ટેમ્પોમાં ભરી અને યશ કનુભાઈ ઠક્કરનાઓને આપેલ જેથી યશ કનુભાઇ ઠક્કરનાઓને ધી ના રર કાર્ટન બાબતે પુછતા ગલ્લા તલા કરવા લાગેલ અને તેના કહેવાથી આ ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ જે અંગે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ખરાઇ કરતાં માર્કેટ યાર્ડમાં ગોડાઉનમાં થયેલ ધીની ચોરી બાબતે નીચે મુજબનો ગુનો દાખલ થયેલ જેથી મળી આવેલ મુદ્દામાલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી તેમજ મજકુર ઇસમોને બી.એન એસ. એસ. કલમ ૩૫ (૧) ઇ મુજબ અટક કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

  • પકડાયેલ આરોપીઓ
  • યશ કનુભાઇ ઠક્કર ઉ.વ. ૨૬ સનરાઈઝ સીટી જુનાવાસ માધાપર તા. ભુજ
  • રજાક ઉર્ફે પલ્લુ ગની ઓઢેજા ઉ.વ ૨૧ રહે. ભઠારા ફળીયુ, મટન માર્કિટ પાસે, ભુજ
  • સાહિલ જુસબ કિચ્ચા ઉ.વ. ૨૦ રહે. મહેંદિ કોલોની સુરલભિટ રોડ, ભુજ

ફારુક રમઝાન કુંભાર ઉ.વ. ૨૧ લખુરાઈ ચાર રસ્તા પાસે, ભુજ

  • કબ્જે કરેલ મુદ્દામાલ

ગુના કામે ઉપયોગ કરેલ ટેમ્પો વાહન રજી નંબર જી જે. ૧૨ બી.વી ૪૨૨૩ કી.રૂ. 3,00,000/-

નીચે મુજબનો વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ

→ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૨૧૩/૨૦૨૩, ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની

કલમ ૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪) મુજબ