અંજાર પોલીસ દ્વારા જાહેર જનતાને નમ્ર અપીલ
આથી જાહેર જનતાને નમ્ર વિનંતી કરવામા આવે છે કે હાલે સમગ્ર ભારત દેશમાં અલગ અલગ સ્થળોએ “આઈ લવ મોહમદ” ના બેનરો પોસ્ટરો લગાવવામાં આવેલ હોઈ જે અન્વયે લોકો દ્રારા આનો વિરોધ્ધ ક૨વામાં આવેલ હોઈ અને સોશ્યલ મિડીયા એપ્લીકેશનમાં બે ધર્મના લોકો વચ્ચે ધર્ષણ થાય લાગણીઓ દુભાય અને કોમી એકતાને હાનિ પહોંચે તેવા મેસેજો તેમજ પોસ્ટો વાયરલ થયેલ હોઈ જેથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે આવી કોઈ ધર્મની લાગણી દુભાય તેવા કે બે ધર્મના લોકો વચ્ચે ધર્ષણ થાય તેવા મેસેજો કે પોસ્ટ સોશ્યલ મિડીયમાં અપલોડ ક૨વા તે ગંભીર પ્રકા૨નો અને સજા પાત્ર ગુનો છે જેથી આવા મેસેજ કે પોસ્ટ ક૨ના૨ કે તેને વાયરલ કરનાર વિરોધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી આવા કોઈ મેસેજ કે પોસ્ટ નહી કરવા જાહેર અપીલ કરવામાં આવે છે.