આર્મી ચીફે કચ્છ જિલ્લા વહીવટીતંત્રની ઓપરેશન સિંદૂર દરમિયાનની કામગીરીને બિરદાવી

ભુજ પધારેલા આર્મી ચીફ શ્રી ઉપેન્દ્ર દ્વિવેદીએ કચ્છ જિલ્લામાં ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાની વિવિધ પાંખ સાથે કચ્છ જિલ્લા વહીવટીતંત્રની શ્રેષ્ઠ કામગીરી અને સંકલનને બિરદાવ્યું હતું. આર્મી ચીફે ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રનો સેનાની વિવિધ પાંખોને સહયોગ, સમયસૂચકતા મુજબ
બ્લેકઆઉટ માટે મદદ, મોકડ્રીલથી જનજાગૃતિ તેમજ અન્ય જરૂરી સહયોગને પ્રસંશનીય ગણાવ્યો હતો. ભુજ ખાતે આર્મી ચીફ એ કચ્છ જિલ્લા વહીવટીતંત્રની ઓપરેશન સિંદૂર દરમિયાન પ્રશંસનિય કામગીરી બદલ કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા તેમજ જિલ્લા વહીવટીતંત્ર કચ્છની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ચીફ ઓફ આર્મી સ્ટાફ શ્રી ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને પ્રસંશનીય ગણાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જેવા સરહદી જિલ્લાના અધિકારીઓની કાર્યશૈલી અને સમયસૂચકતા રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.