*ભુજની સત્યમ સંસ્થા ગરીબ બાળકો માટે વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સ્પીકર અને દાંડિયા લઈ જઈ તેમને ગરબા રમાડ્યા

નવરાત્રી ગુજરાત માટે એક વિશેષ મહત્વનો તહેવાર છે. આ નવ દિવસીય પર્વમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધ્ધાં ગરબા રમી આ તહેવારની મોજ માણે છે. પરંતુ છેલ્લા અનેક વર્ષોથી શેરી ગરબાના ઘટતા વ્યાપ વચ્ચે ઠેર ઠેર કોમર્શિયલ નવરાત્રી આયોજનો ધૂમ મચાવે રહ્યા છે. આ મોંઘીદાટ ગરબીમાં ગરીબ વર્ગના લોકોને જવું પોષાય તેમ નથી. તેવામાં ભુજની સત્યમ સંસ્થા દ્વારા હરતી ફરતી ગરબી થકી શહેરના વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈ બાળકોને ગરબા અને દાંડિયા રમાડી તેમની સાથે આ પર્વની ઉજવણી કરે છે.
નવરાત્રી એટલે કે સંગીતના તાલે માં શક્તિની આરાધના કરવાની નવ રાત્રિઓ. છેલ્લા અનેક સમયથી આ ધાર્મિક તહેવારમાં કોમર્શિયલ ગરબી આયોજનોએ પગ પેસારો કર્યો છે. ધાર્મિક તહેવારના કોમર્શિયલ થવા પર સૌથી માઠી અસર ગરીબ વર્ગ પર પડે છે. નવ દિવસ ગરબા રમવા માટે પાંચ હજાર રૂપિયાનો મો ફડતા આયોજનોમાં નવ દિવસમાં પાંચ હજાર પણ ન કમાવતા ગરીબ પરિવારો કોઈ કાળે ન જઈ શકે તેમજ ભુજશહેરમાં નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે
ત્યારે ભુજ શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા ઝુંપડાઓમાં અને ભુંગા રહેતા બાલિકાઓને બાળકોની હરતી ફરતી ગરબા મહોત્સવ ઉજવ્યો નવે નવ દિવસ અલગ અલગ વિસ્તારોમાં હરતી ફરતીનવરાત્રીમાં બાળકોને દરરોજ દાંડિયાથી રમાડવામાં આવતા નવ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ અલગ અલગ વિસ્તારોમાં બાળકો બાલિકાઓભાગ લેતીતેને વિજયાદશમ ના દિવસે ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા અત્રે યાદ આપવું જરૂરી છે કે ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા છેવાડાના બાળકોને બાલિકાઓ આનંદથી આ પર્વ માણી શકે તે માટે માઇક સિસ્ટમના વાહન સાથે હરતી ફરતી નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે જેમાં નાના બાળકો અને બાલિકાઓ ભાગ લે છે દરરોજ તેઓને રમીને દાંડિયા તેઓને જ આપી દેવામાં આવે છે આ રીતે સત્યમ સંસ્થા છેલ્લા ઘણા વર્ષેથી આયોજન કરે છે સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણીના નેજા હેઠળ દરરોજ સાંજે અલગ અલગ એરિયાઓમાં જ્યાં ખાસ કરીને શ્રમજીવી પરિવારો ભૂંગા માં રહે છે ઝૂંપડપટ્ટીમાં રહે છે એવા વિસ્તારોમાં આ ગરબી કરવામાંઆવતી હતી વિજયા દશમ ના દિવસે દરેક એરીયા ના દરરોજ રમનારા બાળકોને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યમાં દર્શક ભાઈ અંતાણી અંકિતાબેન ધોકાવી રાજુલાબેન શાહ નરેન્દ્રભાઈ સ્વાદિયા નર્મદાબેન ગામોર મનજીભાઈ ગામોટ માલશ્રીબેન ગઢવી જટુભાઇ ડુ ડીયા તેમજ અન્ય જોડાયા હતા દરમિયાન વિદ્યાસમ ના બાળકોને ઇનામો માટે ડોક્ટર મિલિંદ ભાઈ જોશીધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચ દે તેમજ ભારતીબેન હિતેનભાઈ સોલંકી તારા શાસ્ત્રી હિતેનભાઈ સોલંકી નયનભાઈ શુક્લ તેમજ મંજુલાબેન ઝણસારી વગેરે સહયોગ આપ્યો હતો વાન વ્યવસ્થા માટે ભુજના પૂર્વ સૈનિટેશન ચેરમેન નગરપાલિકાના વર્તમાન કોમર્શિયલ બેંક ડાયરેક્ટર ધીરેનભાઈ ઠક્કર વગેરે વ્યવસ્થા કરી આપી હતી