ભુજમાં રક્ષામંત્રીએ એનસીસી કેડેટ્સ સાથે કરી દશેરાની ભવ્ય ઉજવણી


દેશના માનનીય રક્ષા મંત્રી
શ્રી રાજનાથ સિંહે દશેરાના શુભ અવસરની ઉજવણી ભુજમાં લશ્કરી અધિકારીઓ અને એનસીસી કેડેટ્સ સાથે કરી હતી.
આ પ્રંસગે 36 ગુજરાત એનસીસી બટાલિયનના કેડેટ દિયા વાઘેલાએ રક્ષામંત્રીનું સ્વનિર્મિત ચિત્ર તેમની સમક્ષ રજૂ કર્યું હતું, જેની મહાનુભાવોએ પ્રશંસા કરી હતી . 5 ગુજરાત નેવલ એનસીસીના કેડેટ્સને પણ રક્ષામંત્રીએ પ્રોત્સાહિત કર્યા હતા. પરંપરાગત બરાખાના દરમિયાન
રક્ષામંત્રી પણ કેડેટ્સ સાથે જોડાયા હતા અને તેઓની રાષ્ટ્રીય સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવી હતી.