કુતિયાણામાં રહેણાંક મકાનમાંથી રૂ.૪૪,૫૦૦ રોકડ દાગીનાની તસ્કરી

પોરબંદર : કુતિયાણા ગામે પીજીવીસીએલનાં કર્મચારીના રહેણાંક મકાનમાંથી બે ઇસમોએ રોકડ અને દાગીના મળી ૪૪,૫૦૦ના મુદામાલની તસ્કરી કરી હતી. જે અંગે પોલીસે સીસીટીવી ફૂટેજમાં તપાસ કરતા બે ઇસમોએ આ તસ્કરી કરી હોવાનું સામે આવ્યું છે. કુતિયાણાના રણજીતનગરમાં હરીઓમ સ્કુલની પાછળ રહેતા વાલીબેન બાબુભાઈ કારાવદરા (ઉવ૫૯)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેમના પતી કુતિયાણા પીજીવીસીએલમાં લાઈન ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે જેઓ કાર લઇ અને સબંધીઓને કેરીના બોક્સ આપવા માટે ગયા હતા અને વાલીબેન મહિયારી ગામે યોજાયેલ રામદેવપીરના મંડપના દર્શન કરવા માટે ગયા હતા. સવારના અરસામાં દર્શન કરીને પાછા ર્ફ્યા ત્યારે તેમના ઘરના તાળા તૂટેલા જોવા મળ્યા હતા અને ઘરની ચીજવસ્તુ વેરવિખેર હાલતમાં પડી હતી અને કબાટમાંથી ૩૦,૫૦૦ની રોકડ તેમજ ૧૪,૫૦૦ની કિંમતની સાત ગ્રામ સોનાની બે વીંટીઓની તસ્કરી થઇ હતી પોલીસે આ અંગે ગુન્હો નોંધી મકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે ઇસમો મોઢે બુકાની બાંધી અને ઘરમાં પ્રવેશ કરી અને તસ્કરીને અંજામ આપ્યો હતો પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *