“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ લુંટની કોશીશના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”


ભુજ મધ્યે ગઇ તા.૦૬/૧૦/૨૦૨૫ ના આશરે રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામા ભુજીયા રીંગરોડ આર.ટી.ઓ. સર્કલ પાસે કોઇ અજાણ્યા બે ઇસમો બ્લુ કલરના પટ્ટાવાળી પલ્સર બાઇક પર આવી ફરીયાદીના મો.સા. ને લાત મારી પાડી દઇ ફરીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી પાસે રહેલ રૂપીયા ભરેલ બેગ લુંટવાનો પ્રયાસ કરેલ જે બાબતે ભુજ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૨૬૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૯(૬),૧૧૫(૨),૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫(૧) મુજબનો ગુનો રજીસ્ટર થયેલ.
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ઉપરોક્ત ગુના કામે અજાણ્યા ઇસમોને સત્વરે શોધી આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહા, સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ, નવીનકુમાર જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજાનાઓ ઉપરોકત ગુનામાં સંડોવાયેલા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન પંકજભાઇ કુશવાહાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઉપરોકત ગુના કામે સંડોવાયેલ આરોપીઓ (૧) રજબઅલી બરકતઅલી પઠાણ તથા (૨) સમીર અલીમામદ કકલ તેમના કબ્જાની બજાજ પ્લસર જીજે-૧૨-એયસી-૫૦૪૫ વાળી સાથે અમનનગર ચાર રસ્તા પાસે હાજર છે જેથી તુરંત જ બાતમી હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત હકીકત મુજબની બજાજ પ્લસર સાથે (૧) રજબઅલી બરકતઅલી પઠાણ ઉ.વ.૨૬ રહે. ભીડનાકા બહાર સુરલભીટ રોડ, ભુજ તથા (૨) સમીર અલીમામદ કકલ ઉ.વ.રર રહે.ભીડનાકા બહાર ભુતેશ્વર, ભુજવાળા મળી આવેલ જેથી મજકુર ઇસમોને ઉપરોકત ગુના કામે સમજ કરી પુછપરછ કરતા બન્ને ઇસમોએ ગુનો આચરેલ હોવાનુ તથા લુંટ કરવાનો પ્રયાસ કરેલાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમોને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ છે.
હસ્તગત કરેલ આરોપીઓ
રજબઅલી બરકતઅલી પઠાણ ઉ.વ.૨૬ રહે. ભીડનાકા બહાર સુરલભીટ રોડ, ભુજ
સમીર અલીમામદ કકલ ઉ.વ.૨૨ રહે.ભીડનાકા બહાર ભુતેશ્વર, ભુજ
1/1