છેતરપીંડીના નાસતા ફરતા આરોપી શખ્સને પોલીસે દબોચી લીધો

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગેરકાયદે હવાલા કે છેતરપીંડીથી નાણાં મેળવી જુદા જુદા બેંકખાતામાં જમા કરાવવા માટે ખોટા દસ્તાવેજોને ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનાના નાસતા ફરતા આરોપી શખ્સને પોલીસે દબોચી લીધો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ધરપકડથી આ આરોપી ઈશમ નાસતો ફરતો હતો. પૂર્વ બાતમીના આધારે પોલીસે આ આરોપી ઈશમને સાળંગપુરથી ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.