ગામના જાગૃત નાગરિકો દ્વારા ખૂટતા શિક્ષકો અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું

આજ રોજ મથલ ગામના જાગૃત નાગરિકો દ્વારા મારું ગામ જાગૃત ગામ વતી મથલ કુમાર શાળા અને મથલ કન્યા શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ખૂટતા શિક્ષકો અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં મથલ કુમાર શાળામાં ચાર શિક્ષકોની ઘટ છે તેમજ મથલ કન્યા શાળામાં પાંચ શિક્ષકોની ઘટ છે. બંને શાળાઓમાં અંદાજિત 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બાળકોને શિક્ષણમાં અન્યાય ન થાય તે આશય સ્વરૂપે આ યુવા ગ્રુપ દ્વારા બાળકોને આ કાર્યક્રમમાં જોડીને બેનર, નારા નું નાદ કરીને રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં ગામના તમામ જાતિના યુવાનો દ્વારા આ રેલીમાં જોડાઈને સરકારશ્રીને જલ્દીથી આ બંને શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા અંગે આંદોલન સ્વરૂપે ચીમકી આપવામાં આવેલી છે .જો દિવાળી વેકેશન પછી પાંચ દિવસની અંદર શિક્ષકોની ભરતી નહીં થાય તો મથલથી ભુજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી સુધી પગપાળા ચાલીને વચ્ચે આવતા ગામડાઓમાં જાગૃતિ ફેલાવીને સમગ્ર કચ્છમાં શિક્ષક ઘટનો મુદ્દો એક જિલ્લાનો મુખ્ય મુદ્દા તરીકે પણ રજૂ કરવામાં આવશે .સાથે સાથે જે શિક્ષકો જિલ્લાફેર થયેલા છે તેમજ જ્ઞાન સહાયકો છે તેની જગ્યાએ પણ કાયમી શિક્ષકો મૂકવામાં આવે તેવો નાદ પણ આ મથલ ગામ જાગૃત ગામ ના યુવા મિત્રો દ્વારા સરકારશ્રીને અલ્ટીમેટ આપવામાં આવ્યું હતું… તેવું હરેશભાઈ વાધેલા ની યાદી માં જણાવવા માં આવ્યું હતું