અભિયાન સહ ઇન્ચાર્જ વરુણભાઈ ઠકકરે અભિયાન અંગે ની કાર્ય યોજના જણાવી તેમજ પીપીટી દવારા પ્રેઝન્ટેશન આપી ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા


ત્યારબાદ ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે એ સૌ પ્રથમ ઉપસ્થિત લોકો ને આત્મનિર્ભર ભારત અભિયાન અને સમજણ આપી આગામી દિવસોમાં મંડળ કક્ષા એ અને શક્તિ કેન્દ્ર સુધી અભિયાન અંગે લોકો ને સમજ આપવા જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી જી નું કોઈ અભિયાન હોય તો તે લાંબા ગાળા નું વિઝન હોય છે એટલે જ આ અભિયાન માં પણ નાના થી કરી મોટા બધા લોકોને આ અંગે વિસ્તૃત માહિતી આપી એક જન જાગૃતિ લાવવાનું કાર્ય આપણે કરવાનું છે. અનિરુદ્ધભાઈ એ આત્મનિર્ભર ભારત અભિયાન વિષય ને ભાવનાત્મક રીતે સમજાવ્યું હતું.
પ્રદેશ થી આવેલા પૂર્વ સાંસદ અને અભિયાન ના પ્રદેશ સહ ઇન્ચાર્જ જયશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે આ અભિયાન 25 સપ્ટેમ્બર થી 25 ડિસેમ્બર સુધી 3 મહિના સુધી ચાલશે જેમાં આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાન દવારા દેશની જનતા ને આ અભિયાન સાથે જોડવાનુ પ્રયત્ન કરાશે. મોદી સાહેબ ના 2047 માં વિકસિત ભારત બનાવવાનો મારગ આત્મનિર્ભર ભારત થી થઇ ને જાય છે. વડાપ્રધાન શ્રી એ દેશવાસીઓને જયારે આહવાન કર્યું છે કે તેઓ તે જ વસ્તુ ખરીદે જે સ્વદેશી હોય અને જે વસ્તુમાં ભારતના લોકો નો પરિશ્રમ હોય ત્યારે આ અભિયાન ને એક જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવા તેમણે આગેવાનો કાર્યકરો ને જણાવ્યું હતું.
જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય દવારા આત્મનિર્ભર ભારત ના સંકલ્પ નું વાંચન કરી સૌ ઉપસ્થિત હોદેદારોને સપથ લેવડાવ્યા હતા.
કાર્યશાળા માં જિલ્લા પંચાયત ના અધ્યક્ષ જનકસિંહ જાડેજા, ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ પટેલ, ત્રિકમભાઇ છાંગા, માલતીબેન મહેશ્વરી, પ્રદુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ ના મહામંત્રીઓ દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જિલ્લા સંગઠન ના જયંતભાઈ માધાપરિયા, પાચનભાઈ સંજોટ, શીતલભાઈ શાહ, ડો. મુકેશભાઈ ચંદે, રાહુલભાઈ ગોર, ઇલાબેન શાહ, વાલજીભાઇ ટાપરીયા, પ્રફુલસિંહ જાડેજા, વિજુબેન રબારી, નીલમબેન લાલવાણી, વલમજીભાઈ હુંબલ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, કેડીસીસી બેન્કના દેવરાજભાઈ ગઢવી, આત્મનિર્ભર ભારત અભિયાનના સહ ઇન્ચાર્જ હિતેષભાઇ ખંડોલ, પારૂલબેન કારા, પ્રણવભાઈ જોષી ચેતનભાઈ કતીરા સહિત જિલ્લા મોરચાના આગેવાનો, મંડળ ના આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આગામી દિવસોમાંમાં મંડળ કક્ષાએ કાર્યશાળાઓ યોજી વોલ પેન્ટિંગ, સ્વદેશી રીલ સ્પર્ધા,શેરી નાટક, દુકાનો માં સ્વદેશી કોર્નર અંગે પ્રશિક્ષણ, હું માત્ર સ્વદેશી અપનાવીશ એવા સિગ્નેચર વોલ, મહિલા સંમેલન, ખાટલા બેઠક,કોલેજ યુનિવર્સિટી સ્તરે સ્વદેશી સેમિનાર સહિત અલગ અલગ રીતે લોકો ને સ્વદેશી અને આત્મનિર્ભર ભારત અંગે માહિતી આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે.
કાર્યક્રમ નું સંચાલન અને આભાર વિધિ અભિયાનના સહ ઇન્ચાર્જ વસંતભાઈ કોડરાણી તેમજ પારૂલબેન કારા એ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની યાદી માં જણાવ્યું હતું.