અંજારના વરસામેડીમાં 41 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

અંજારના વરસામેડીમાં 41 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના વરસામેડીમાં રામદેવ મંદિર નજીક રહેતા હિંગળા બાબુલાલ આનંદભાઈ નામના શખ્સે કોઈ અકળ કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.