મુંદ્રાના મોખા ટોલ નાકા નજીક આગળ જતી ટ્રકનાં ઠાઠાંમાં ટ્રેઈલર ઘૂસાડી દેતાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં ચાલકનું મોત

copy image

મુંદ્રાના મોખા ટોલ નાકા નજીક આગળ જતી ટ્રકનાં ઠાંઠાંમાં ટ્રેઈલર ઘૂસાડી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેઈલરચાલક દેવકુમાર જોગીનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 10/10ના રાત્રે 9.30 વાગ્યે પ્રાગપર-અંજાર ધોરીમાર્ગ મોખા ટોલ નાકાથી આગળ શિવશક્તિ હોટેલ નજીક આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેઈલરનો ચાલક દેવકુમાર જોગી પોતાના કબ્જાનું ટ્રેઈલર ચલાવીને જઈ રહ્યો હતો, તે દરમ્યાન તેણે પૂરઝડપે બેદરકારીપૂર્વક ટ્રેઈલર ચલાવી આગળ જતી ટ્રકના ઠાઠાંમાં ઘૂસાડી દેતાં તે ગંભીર પ્રકારે ઘાયલ થયો હતો. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.