ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરેલ ઝુંબેશના ભાગરૂપે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી


ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા તા.૭/૧૦/૨૦૨૫થી શરૂ કરેલ ઝુંબેશના ભાગરૂપે
ટી.એ.ઝેડ,સી.એ.એક્ષ, જનતા હાઉસ /છ વાળી વિસ્તારના રોડ વીર્થના દબાણો બાબતે
માન.કમિશનરશ્રી, મનીષ ગુરવાની સુચના અને માર્ગદર્શન હેઠળ દબાણ હટાવવાની કામગીરી
હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારના દબાણ દૂર કરવાથી ટ્રાફિકના પ્રશ્નો દુર થશે. આ
કાર્યવાહીમાં મહાનગરપાલિકાના ૩ જે.સી.બી., ૩ ટ્રેકટર, ૧૫ કર્મચારીઓ તથા નાયબ
મ્યુનિસિપલ કમિશનરશ્રી સંજય રામાનુજની હાજરીમાં આજરોજ દબાણો દૂર કરવાની કાર્યવાહી
હાથધરતા સ્થાનિક લોકો તરફથી પણ આ ઝુંબેશને પુરતો સહયોગ આપવામાં આવ્યો હતો.
નાગરિકોએ સ્વેચ્છાએ ૫૪ જેટલા દબાણ હટાવી મહાનગરપાલિકાની મશીનરી, માનવશક્તિ
અને સમય બચાવ્યો તેમનો મહાનગરપાલિકા કમિશનશ્રી અને એમની ટીમ આભાર માને છે.
ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં જે લોકો દ્વારા દબાણો કરવામાં આવેલ છે તેવા દબાણો
નાગરિકો સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવે એવી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે
છે તેમજ આવનાર દિવસોમાં પણ આ ઝુંબેશ શરૂ રહેશે તેવું ગાંધીધામ મહાનગરપાલિકાની
અખબારી યાદીમાં જણાવામાં આવ્યું છે.