નખત્રાણામાંથી જાહેરમાં જુગાર રમતા સાત જુગારપ્રેમીઓને પોલીસે રંગે હાથ દબોચ્યા

copy image

copy image

નખત્રાણામાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા સાત જુગારપ્રેમીઓને પોલીસે રંગે હાથ દબોચી લીધા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે એલસીબીની ટીમ નખત્રાણામાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,  વિશ્વકર્મા માર્કેટ વિસ્તારમાં શિવ હોટલની પાછળ ખુલ્લામાં જુગાર રમાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી સાત ખેલીઓને દબોચી લઈ તેમની પાસેથી રોકડા રૂા. 46,700 કબ્જે કર્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.