ગિરનાર પર્વત પર સ્થિત ગોરખનાથ શિખર પરના મંદિરમાં તોડફોડ ઉપરાંત મૂર્તિ ખંડિત કરવાના સંવેદનશીલ બનાવમાં પોલીસે ભેદ ઉકેલી આરોપી ઈશમને ઝડપ્યો

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે જૂનાગઢના ગિરનાર પર્વત પર સ્થિત ગોરખનાથ શિખર પરના મંદિરમાં તોડફોડ ઉપરાંત મૂર્તિ ખંડિત કરવાના સંવેદનશીલ બનાવમાં પોલીસે ભેદ ઉકેલી આરોપી ઈશમને દબોચી લીધો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ અત્યંત સંવેદનશીલ બનાવમાં જૂનાગઢ પોલીસે ભેદ ઉકેલી મંદિરના પગારદાર પૂજારી અને એક દુકાનદાર-ફોટોગ્રાફરની અટક કરી હોવાનું સામે આવ્યું છે. આ બાનાવમાં તપાસ કરતાં આરોપીઓએ મંદિર અને પોતાને ‘લાઈમ-લાઈટ’માં લાવવા અને ભાવિકોની સંખ્યા વધારવા માટે આ કાર્ય કર્યું હોવાનું સ્વીકાર્યું હતું.