મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ નાઓ દ્વારા સાયબર ક્રાઈમના ગુન્હા અટકાવવા બાબતે સાયબર અવેરનેસ પ્રોગ્રામ કરવા માટે સુચના આપવામાં આવેલ.

હાલમાં ઓક્ટોબર માસને “NATIONAL CYBER SECURITY AWARENESS MONTH” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જે અનુસંધાને પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એલ. પી. બોડાણા સાહેબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજ નાઓના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. સુશ્રી પી.આર.જાદવ અને એ.એસ.આઇ. ડી.આર.કટારિયા દ્વારા આજ રોજ તા.૧૪/૧૦/૨૦૨૫ ના રોજ આર્મી પબ્લીક સ્કુલ, ભુજ-કચ્છ ખાતે “સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ”માં હાજર રહી માહિતી આપેલ.

જેનું આયોજન એમ. આઇ. બાયડ દ્વારા કરવામાં આવેલ અને આર્મી પબ્લીક સ્કુલ ના પ્રિન્સિપાલ શ્રી જીતેન્દ્ર ખેમચંદ હાજર રહેલ. સુંદર કાર્યક્રમમાં આશરે ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતીમાં ખાસ કરીને આજના સમયમાં ચાલી રહેલ ડિજીટલ અરેસ્ટ જેવા સાયબર ક્રાઇમ વિશે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા જાણકારી આપવામાં આવી તથા સાયબર ક્રાઇમથી બચવા શુ સાવધાની રાખવી, સાયબર ક્રાઇમનો બનાવ બને ત્યારે વિના વિલંબે ૧૯૩૦ પર કોલ કરી અથવા www.cybercrime.gov.in વેબ સાઇટ પર જઈ કમ્પ્લેઇન કરી જિલ્લામાં કાર્યરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો તાત્કાલીક સંપર્ક કરવા સમજ આપવામાં આવી.

***નમ્ર અપીલ…

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જણાવવામાં આવે છે કે આપના મોબાઇલ ઉપર કોઇ પણ પ્રકારના બેંન્કમાંથી માહીતી માટે ફોન આવે તો આવા ફોનનો જવાબ આપવો નહી જરૂર જણાય તો રૂબરૂ બેન્કમાથી માહીતી મેળવવી અથવા આપવી “Google /Facebook* ઉપરથી મેળવેલ કોઇ પણ કસ્ટમર કેરના નંબર ઉપર ભરોશો કરવો નહી. કસ્ટમર કેર નંબર ઓફીસીયલ વેબસાઇટ ઉપરથી જ લેવો તેમજ આવા ફોન નંબર પર વાત કરતા સમયે કોઇ પણ પ્રકારની બેંકની માહીતી, OTP, CVV, ગુપ્ત પીન વગેરે આપવુ નહી કે કોઇ પણ પ્રકારની એપ્લીકેશન મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવા કહે તો કરવી નહી ઓનલાઈન ટ્રેડીંગનાં કિસ્સામાં સામેવાળા ગ્રાહક અથવા વ્યાપારીને વેરીફાય કર્યા

વગર નાણાકીય લેવડ-દેવડ કરવી નહી તથા કોઈ અજાણ્યા QR કોડ પર ક્લિક કરવુ નહી તેમજ આપની જાણ માટે કે UPI પીન ફક્ત ને ફક્ત રૂપીયા ટ્રાન્સફર કરવા માટે એપમા એન્ટર કરવાનો હોઇ છે રૂપીયા રીસીવ કરવા માટે UPI પીન એન્ટર કરવાનો હોતો નથી તેની તકેદારી રાખવી આવા કિસ્સામાં આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો. ટૂંકા સમયગાળા માટે લોન આપવાનું જણાવતી ઈન્સટન્ટ લોન એપ ડાઉનલોડ કરવાનું ટાળો.

ARMY PUBLIC SCHOOL BHUW