રણોત્સવ ૨૦૨૫-૨૦૨૬ માટે ક્રાફ્ટ સ્ટોલ તથા ખાણી -પીણી માટે ફૂડ સ્ટોલ બજાર ટેન્ટસીટી પાસે ઊભી કરવામાં આવનાર
આથી ધોરડો રણોત્સવ ૨૦૨૫-૨૦૨૬ દરમ્યાન હસ્તકળા સાથે સંકળાયેલ તથા તે પ્રકારની વસ્તુઓનું પ્રદર્શન ક્રમ વેચાણ થાય તે માટે ક્રાફ્ટ સ્ટોલ તથા ખાણી -પીણી માટે ફૂડ સ્ટોલ બજાર ટેન્ટસીટી પાસે ઊભી કરવામાં આવનાર છે. આ ક્રાફ્ટ સ્ટોલ તથા ફૂડ સ્ટોલ બજારમાં રસ ધરાવતા કારીગરોએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મિશન મંગલમ શાખા, મુન્દ્રા રોડ, ભુજની કચેરીમાં તા ૧૭/૧૦/૨૦૨૫ થી ૧૦/૧૧/૨૦૨૫ (જાહેર રજા સિવાય) સુધીમાં ફોર્મ રૂબરૂ અથવા રજીસ્ટર એડીથી સ્વીકારવામાં આવશે. ૧૦/૧૧/૨૦૨૫ બાદ આવેલ અરજી ફોર્મને ધ્યાનમાં લેવામાં આવશે નહિ. તેમજ અરજી ફોર્મ રજૂ કરતી વખતે ફોર્મ દીઠ ડીપોઝીટ પેટે ક્રાફ્ટ માટે રૂ.૧૦૦૦/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ તથા ફૂડ સ્ટોલ માટે રૂ.૨૦૦૦/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ Director, DRDA Bhuj (Rannutsav)” નામનો રજૂ કરવાનો રહેશે. સ્ટોલની ફાળવણી ડ્રો કરીને કરવામાં આવશે.
જો કોઈ માર્ગદર્શનની જરૂર જાણાય તો કચેરી સમય દરમ્યાન અત્રેની કચેરી ઓફિસ નં ૨૨૮, જૂની મામલતદાર ઓફિસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,મિશન મંગલમ શાખા, મુન્દ્રા રોડ, ભુજ-કરછ તેમજ નંબર ૯૦૯૯૯ ૫૬૩૭૦ પર સંપર્ક કરી શકાશે.