સજાના વોરંટમાં નાસતા ફરતા આરોપી ઈશમને પોલીસે દબોચ્યો

copy image

વેરાવળની ફેમિલી કોર્ટનો સજાના વોરંટમાં નાસતા ફરતા આરોપી ઈશમને પોલીસે દબોચી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, વેરાવળની ફેમિલી કાર્ટના ફોજદારી કેસમાં સજાના વોરંટમાં સંદીપગિરિ કૈલાસગિરિ ગોસ્વામી નામનાઓ શખ્સ પોલીસની પકડથી નાસતો ફરતો હતો. ત્યારે આ ઈશમ પશ્ચિમ કચ્છમાં આવેલ હોવાની માહિતી મળતા પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપી પાડ્યો છે. પકડાયેલ શખ્સને આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા મુંદ્રા પોલીસને સોંપવામાં આવેલ છે.