ગોડપરમાં બંઘ ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું : 57 હજારની મત્તા લઈ થયા ફરાર

copy image

copy image

ભુજના ગોડપરમાં બંઘ ઘરમાં તસ્કરોએ ખાતર નાખ્યું હતું. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે ભુજ તાલુકાનાં કોટાય ગામમાં બંધ ઘરનાં તાળાં તોડી 57 હજારની મત્તા પર હાથ સાફ કરાયાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. આ બનાવ અંગે મૂળ કોટાયના અને આઠ માસથી જ સુમરાસર શેખમાં  રહેતા ખીમજીભાઈ ધનજીભાઈ બત્તા દ્વારા પોલીસ  મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી ગત નવરાત્રિની આઠમના તા. 29/9ના હવન પ્રસંગે પોતાનાં ગામ કોટાય ગયેલ હતા અને બાદમાં તા. 12/10ના ફરિયાદીના પાડોશીએ તેમને ફોન કરીને તેમના ઘરનાં તાળાં તૂટેલા હોવાની જાણ કરી હતી.  આ બનાબ અંગે જાણ થતાં ફરિયાદી તાત્કાલિક ઘરે જઈ તપાસ કરતાં તેમના મકાનમાંથી કબાટ અને રૂમનો સરસામાન વેરવિખેર હાલતમાં જોવા મળી આવ્યો હતો. ઉપરાંત વધુ તપાસ કરતાં સોના ચાંદીના દાગીના તેમજ વાસણો સહિત કુલ રૂા. 57,000ના માલમત્તાની ચોરી થઈએ હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અજણાયા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.