નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હોથીવાંઢ ગામની સીમમાં કરેલ ગેરકાયદેસર જમીન પરનું દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ


આજરોજ નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હોથીવાંઢ ગામની સીમમાં કરેલ ગેરકાયદેસર જમીન પરનું દબાણ હટાવવાની કાર્યવાહી ક.09/00 થી 15/00 સુધીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવી ને કરવામાં આવેલ છે જેની વિગત નીચે મુજબ છે
(1) ગેરકાયદેસર દબાણ કરનારનું નામ – ભારુભા ગાગુભા સોઢા રહે. હોથીવાંઢ
(2) ગેરકાયદેસર કબ્જે કરેલ જમીન નો સર્વે નંબર – 1457
(4) ગેરકાયદેસર કબ્જે કરેલ જમીન નું ક્ષેત્રફળ – આશરે 9 એકર
(5) ગેરકાયદેસર કબ્જે કરેલ જમીનની બજાર કિંમત -27લાખ
(6) ગેરકાયેસર કબ્જે કરેલ જમીનમાં ઊભા પાકની કિંમત – 3 લાખ
આમ ઉપરોક્ત દર્શાવેલ ગેરકાયદેસર કબ્જે કરેલ જમીન પરનું દબાણ હટાવી આ જમીનનો કબ્જો સરકારી કોલેજ બનાવવા માટે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની મદદથી વહીવટી તંત્ર હસ્તક લેવામાં આવેલ છે