ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર ખારી નદી ઉપર આવેલા જુના બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ
કાર્યપાલક ઈજનેરશ્રી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ગાંધીધામ-કચ્છના વંચાણ-૧ તથા ૨ વાળા પત્રની વિગતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૯૨૭સી ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર કિ.મી.૫૦/૧૨૫ (રાપર થી બાલાસર વચ્ચે) ખારી નદી ઉપર આવેલ જુના મેજર બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે. રજુ થયેલ દરખાસ્ત અન્વયે અત્રેથી અભિપ્રાય મંગાવતા પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ-ગાંધીધામના વંચાણ-૩ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, ભચાઉના વંચાણ-૪વાળા પત્રથી હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ જે બાબતે અત્રેના વંચાણ-૫ વાળાથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે જાહેરનામાની મુદત પૂર્ણ થતી હોઈ વધુ મુદતનું જાહેરનામું બહાર પાડવા વંચાણ-૬વાળી દરખાસ્ત રજુ થયેલ છે જે ધ્યાને લઈ નીચે જણાવ્યા મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.
કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, તા.૧૫/૦૧/૨૦૨૬ સુધીના સમયગાળા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૯૨૭સી ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર કિ.મી.૫૦/૧૨૫ (રાપર થી બાલાસર વચ્ચે) ખારી નદી ઉપર આવેલ જુના મેજર બ્રિજ પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે નહી. જયારે વૈકલ્પિક માર્ગ/રસ્તાની વિગત:- રાપર-કલ્યાણપર-સેલારી-ફતેહગઢ-મૌવાણા-બાલાસર રસ્તા પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે.
જણાવેલ બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર બંધ થવા તેમજ વૈકલ્પિક રસ્તા/માર્ગનો ઉપયોગ કરવા હુકમ કરુ છું.
અંજના ભટ્ટી ૦ ૦ ૦ ૦ ૦ ૦