ગુનાહિત ઈતિહાસ ધરાવતા વધુ એક આરોપી વિરુધ્ધ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આનંદ પટેલ સાહેબ દ્વારા પાસા કાયદા તળે અટકાયતી હુકમો કરી જિલ્લામાં અસામાજિક તત્વો વિરુધ્ધ કરવામાં આવેલ કડક કાર્યવાહી
ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતના અધિનિયમ – ૧૯૮૫ તળે આરોપી વિરુધ્ધ રજુ થયેલ દરખાસ્ત મુજબ જિલ્લામાં ગેરકાનુની રીતે વિદેશી દારૂ ચોરી છુપીથી મોટા પ્રમાણમાં લાવી ગેર કાયદેસર રીતે દારૂનું આરોપી દ્વારા મોટા પ્રમાણમાં વેચાણ થતું હોઈ અસામાજીક પ્રવૃત્તિ બાબતે પોલીસ વિભાગ દ્વારા જુદાં જુદાં ગુના કામે પકડવામાં આવેલ આરોપી પાસેથી વિદેશી દારૂનો જથ્થો આશરે અંદાજીત કુલ – ૧૦૦૦૦ લિટર ગુનાઓ કામે કબ્જે કરવામાં આવેલ હોઈ વધુ એક આરોપી વિરુધ્ધ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કચ્છ – ભુજ દ્વારા પાસા કાયદા તળે આરોપીને જેલ હવાલે કરવા અટકાયત હુકમ કરવામાં આવેલ છે.
આરોપીઓની આવી અસામાજિક પ્રવૃત્તિઓના કારણે ગરીબ, મધ્યમ વર્ગના લોકો તથા નાની ઉંમરના યુવાઓ ઉપર તેની ખૂબ જ માઠી અસર પડી શકે તેમ છે. તેથી આવી પ્રવૃત્તિથી જાહેર વ્યવસ્થા જાળવી રાખવાને પ્રતિકૂળ અસર થાય તેમ છે તેમજ આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામાન્ય કાયદાથી તાત્કાલિક અટકાવી શકાય તેમ ન હોઈ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબતના અધિનિયમ ૧૯૮૫ હેઠળ જાહેર વ્યવસ્થા જાળવી રાખવાના હિતમાં કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા અટકાયત અંગે વધુ એક હુકમ કરી છેલ્લા ૬ (છ) માસમાં કુલ ૧૯ જેટલા પાસા અટકાયતના હુકમો કરવામાં આવેલ છે.