ગાંધીધામમાં કાર ખરીદીનું કહી રૂપિયા ન આપી 3.58 લાખની છેતરપિંડી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

copy image

ગાંધીધામમાં કાર ખરીદીનું કહી અને રૂપિયા ન આપી 3.58 લાખની છેતરપિંડી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોનું કહેવું છે, ગાંધીધામના એક યુવાન પાસેથી કાર ખરીદવાનું કહ્યા બાદ ગાડી મેળવી લઈ અને પૈસા ન આપી ઠગબાઝોએ ઠગાઈ આંચરી હતી. આ બનાવ અંગે નોંધાવેલ ફરિયાદ અનુસાર  શહેરની કૈલાસ સોસાયટીમાં રહેનારા યાજ્ઞિક અરવિંદ સથવારા નામના યુવાનને પોતાની કાર સેલ કરવાની હોતા કાર 24 અને ઓ.એલ.એક્સમાં વેચવા હતી. ત્યારે ફરિયાદીને અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને હેમલ પટેલ બોલતો હોવાનું જણાવી ગાડી ખરીદવાની હોવાથી ફોટો મોકલવા અંગે વાત કરી હતી. બાદમાં ફરિયાદીએ ફોટો મૂકી અને 3,85,000માં સોદો નક્કી કરવામાં આવેલ હતો. બાદમાં આરોપીએ પોતાના મિત્રની ઓળખાણ કરવી કાર તેને તપાસ કર્યા બાદ આપવા જણાવ્યુ હતું. જેથી ફરિયાદીએ આરોપીના મિત્રની ઓફિસે કારની ચાવી અને દસ્તાવેજ આપી દીધા હતા અને બાદમાં હેમલ પટેલને ફોન કરતાં તેનો ફોન બંદ જણાયો હતો. ઉપરાંત વોટ્સએપમાંથી ફોટો વગેરે પણ ડિલિટ કરી નાખ્યા હતા. ફરિયાદીએ આરોપીના મિત્ર પાસે નાણાંની માંગ કરતાં તેમણે તો હેમલ પટેલને આંગડિયા કરી નાખ્યા હોવાનું જણાવ્યું હતું. છેવટે ફરિયાદીએ આરોપી ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ  નોંધાવવાતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.