કમાગુના ગામની સીમમાં ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદુક (અગ્નીશસ્ત્ર) સાથે એક ઇસમને ઝડપી પાડતી માનકુવા પોલીસ

અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. (ગુ.રા.) અમદાવાદનાઓ દ્વારા ગેરકાયેદસર અગ્નિશસ્ત્રોની પ્રવૃતિ અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી એમ.જે.ક્રિશ્ચયન સાહેબ, IIC નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ-ભુજનાઓ દ્વારા ગેરકાયેદસર અગ્નિશસ્ત્રો શોધી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય
જે અન્વયે શ્રી પી.પી ગોહિલ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, માનકુવા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન મુજબ માનકુવા પો.સ્ટે.ના અધિકારી તથા કર્મચારીઓ પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઈ ઉપેન્દ્રસિંહ રાણા નાઓને ખાનગી રાહે મળેલ સચોટ બાતમી અન્વયે જરૂરી વર્ક-આઉટ કરી કમાગુના ગામની સીમમાંથી આરોપી ઈમરાન જાફર મેર ઉ.વ-૨૯ રહે- કમાગુના તા.ભુજ વાળાને ઝડપી પાડી તેના કબ્જામાંથી ગેર-કાયદેસર રીતે રાખેલ એક દેશી હાથ બનાવટની બંદુક (અગ્નિશસ્ત્ર) કી.રૂ.૨,૦૦0/- ની ઝડપી પાડી મજકુર ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એકટ તથા જાહેરનામાં ભંગ હેઠળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
ઈમરાન જાફર મેર ઉ.વ-૨૯ રહે. કમાગુના તા.ભુજ
કબ્જે કરેલ મુદામાલ-
એક દેશી હાથ બનાવટની બંદુક (અગ્નિશસ્ત્ર) કી.રૂ.૨,૦૦૦/-
આમ ઉપરોકત કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી.પી.પી.ગોહિલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. શ્રી એ.એન.ઘાસુરા તથા એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ બી. રાણા, બ્રિજેશભાઇ યાદવ તથા પો. હેડ કોન્સ. જયપાલસિંહ જાડેજા, અશોકભાઈ ડાભી તથા પો.હેડ કોન્સ.વિનોદજી ઠાકોર નાઓ જોડાયેલ હતા.