રોયલ્ટી કે પાસ પરમીટ વગર ખનીજનું ખનન અને વહન કરતા હીટાચી મશીન તથા આઇવા ડમ્પર પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરીઓ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઇ રબારી તથા મહેશભાઇ સોલંકીનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન રાજદીપસિંહ ગોહિલનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “કેવડી નદીમાંથી હીટાચી મશીનથી ખનીજનું ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે રોયલ્ટી વગર ખોદકામ કરી આઇવા ડમ્પરમાં ભરી રહેલ છે.” જે હકીકત આધારે વર્કઆઉટ કરતા કેવડી નદીના પટમાં હીટાચી મશીન તથા આઇવા ડમ્પર પડેલ હોય જેના ડ્રાઇવરનું નામ પુછતા ગુલામ ભચુભાઇ તુર્ક રહે. ધ્રબ તા.મુંદરાવાળો હોય અને સદર હીટાચી મશીનથી માટી ખનીજનું ખોદકામ કરી આઇવા ડમ્પરમાં આશરે ૧૭ ટન માટી ભરેલ હોવાનું જણાવેલ જેથી સદર હુન્ડાઇ કંપનીનું હીટાચી મશીન જેના મોડેલ નંબર R23OLM તથા સીરીયલ નંબર N637D00397 તથા ટાટા કંપનીનુ આઇવા ડમ્પર જેના રજી.નં. જી.જે. ૦૩ બી.ટી. ૮૩૫૭ વાળાને ખાણ ખનીજ ધારા કલમ-૩૪ મુજબ ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.