“કલેક્ટર કચેરીના ક્લાર્કએ કલેક્ટર સાહેબની ખોટી સહી કરી અને ખોટો દસ્તાવેજ બનાવી ઠગાઇ અને વિશ્વાસઘાત કરી ગુનો આચરેલ જે ગુનામાં નાસતા ફરતા આરોપીની થી ધરપકડ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઇ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. જીવરાજભાઇ ગઢવીનાઓ ભુજ શહેર એ ડીવીઝન એ પાર્ટ ગુન્હા રજી. નં. ૯૫૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ક. ૩૩૬(૨),૩૩૬(૩),૩૩૬(૪),૩૩૭,૩૩.૮, ૩૪૦(૨) મુજબના ગુના કામેના નાસતા ફરતા આરોપી અનિલકુમાર ભીખાભાઈ કરેણ રહે. લાલાવાડા તા.પાલનપુર જી. બનાસકાઠા વાળો ઉપરોકત ગુના કામે પોતાની ઘરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય જે આરોપીને પકડવા માટે સક્રિય હોય તે દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ આધારે આરોપી અનિલકુમાર ભીખાભાઈ કરેણ રહે,લાલાવાડા તા.પાલનપુર જી.બનાસકાઠા વાળો લાલાવાડા ગામની લાલાવાડા દુધ ઉત્પાદક સરકારી મંડળી પાસેથી મળી આવતા હસ્તગત કરી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

પકડાયેલ આરોપી

  • અનિલકુમાર ભીખાભાઈ કરેણ રહે.લાલાવાડા તા.પાલનપુર જી.બનાસકાઠા