વ્યારા-તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ માસથી અને સોનગઢમાં છેલ્લા દોઢ માસથી વોન્ટેડ ઈસમ મેહુલ ગામીતને ચીખલદા ગામમાંથી પકડી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક એન.એન.ચૌધરીની સૂચના અનુસાર મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તથા નાસતા-ફરતા ઇસમોની અટકાયત કરવા તાપી જિલ્લા એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ વ્યારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે વખતે ચીખલદા ગામમાં આવતા એલ.સી.બી.ના અ.પો.કો.વિનોદભાઇ પ્રતાપભાઇને બાતમી મળી હતી કે, વ્યારા પોલીસ સ્ટેશન થર્ડ ગુ.ર.નં.નં.૧૪૦-૨૦૧૯ પ્રોહિ. કલમ મુજબના કામના વોન્ટેડ ઈસમ મેહુલ ઉર્ફે મહેશભાઇ સિંગાભાઇ ગામીત (ઉં.વ. ૩૪ રહે. ચીખલદા, મોટું ફળિયું) પોતાના ઘરે આવ્યો છે. જેના આધારે ઈસમના ઘરે તપાસ કરતા ઈસમ પકડાઈ ગયો હતો. ઈસમએ જણાવ્યું કે, રોજ ચીખલદા ગામે લીમડી ફળિયામાં રૂ.૨૮,૩૫૦નો પ્રોહિ. મુદ્દામાલ ઝડપાયેલા જે ઇસમે મંગાવેલા હતો તથા સોનગઢ પોલીસ સ્ટેશનમાં થર્ડ ગુ.ર.નં.૧૮૯-૨૦૧૯ પ્રોહી કલમ મુજબના ગુનામાં પણ પોતે વોન્ટેડ હોવાનું જણાવતા જેની અટકાયત કરી વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.