ભુજ વિભાગ દ્વારા દિવાળી પર્વ નિમિતે મુસાફરોને વતન આવવા-જવામાટે મુસાફરોના પ્રમાણને ધ્યાને લઈ જરૂરીયાત મુજબનું એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરી રૂ. ૧૭ લાખ કરતાં વધુ આવક મેળવી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા દિવાળી પર્વ નિમિતે મુસાફરોને વતન આવવા-જવા
માટે મુસાફરોના પ્રમાણને ધ્યાને લઈ તા. ૧૫ થી તા.૨૬ ઓક્ટોબર સુધી નિયમિત તેમજ જરૂરીયાત મુજબનું એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરી રૂ. ૧૭ લાખ કરતાં વધુ આવક મેળવી છે.
કચ્છ જિલ્લાના નાગરિકોને દિવાળીના તહેવારોની ઉજવણી પોતાના વતનમાં વધુ સારી રીતે કરી શકે તેમજ પ્રવાસ
દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે અર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ
વિભાગ દ્વારા પોતાના તાબા હેઠળના ડેપોથી જુદા જુદા શહેરો દાહોદ, સંજેલી, લુણાવાડા, મોડાસા, રાજકોટ તેમજ જુનાગઢને જોડતી વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નિયમિત સંચાલનની અલગ અલગ જિલ્લાઓને જોડતી લાંબા અંતરની બસો થકી જિલ્લાના તેમજ બહારથી વસવાટ કરતા મુસાફરોને વધુ બસનો લાભ મળી રહે તેવુ સુચારૂ આયોજન ભુજ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ દ્વારા તા. ૧૫ થી તા.૨૬ ઓક્ટોબર દરમિયાન દિવાળી તહેવારના લીધે મુસાફરોના ઘસારાને ધ્યાને લઈ નિયમિત સંચાલન ઉપરાંત કુલ ૧૧૪ જેટલી વધારાની ટ્રીપથી ૪૯૮૦૫ કિમીનું નિયત સંચાલન ઉપરાંત વધારાનું સંચાલન કરી કુલ રૂ. ૧૭૬૯૮૯૬ આવક સાથે રૂ. ૩૫.૫૪ પ્રતિ કિમી દિઠ આવક મેળવેલ છે. આમ સમગ્ર સંચાલન દરમિયાન વધારાના સંચાલનથી ૬૫૩૮ જેટલા નિયત ઉપરાંત વધારાના પ્રવાસીઓએ લાભ મેળવેલ છે.