GMDC બોકસાઈટ પ્રોજેક્ટ ગઢસીસા દ્વારા ટેક ફોર ટ્રાન્સફોર્મેશન શાળા માં આયોજિત વિજ્ઞાન દિવસ નોઉત્સાહપૂર્ણ અને જ્ઞાનવર્ધક સમારોહ

૧૫ ઓક્ટોબરના રોજ શ્રી બી. એમ. બી. જે. પુંજાણી હાઈ સ્કૂલ, ગઢશીશામાં વાર્ષિક “વિજ્ઞાન દિવસ” ભારત
વિકાસ સપ્તાહ દરમિયાન GMDC બોકસાઈટ પ્રોજેક્ટ ગઢસીસા દ્વારા ટેક ફોર ટ્રાન્સફોર્મેશન વિષય અંતર્ગત
વિજ્ઞાન મેળાનું ધામધૂમ થી અને સ્પર્ધાત્મક રીતે ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન
પ્રત્યે ની રુચિ જાગૃત કરવી, તેમની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સોચને પ્રોત્સાહન આપવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત જી.એમ.ડી.સી. ના અધિકારી શ્રી એસ.ડી.ભંડારી દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શનના ઉદઘાટન સાથે થઈ,
જેમાં તેમણે રિબન કાપીને પ્રદર્શનનો પ્રારંભ કર્યો. ત્યારબાદ, શાળાના શિક્ષક શ્રી શૈલેષભાઈ મહેશ્વરીએ સ્વાગત
પ્રચન આપ્યું. તેમણે વિજ્ઞાનના આધુનિક યુગમાં તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને વિદ્યાર્થીઓને નવીન શોધો માટે
પ્રેરિત કર્યા. શાળામાં ભારત વિકાસ સપ્તાહ અને બોક્સાઇટ પ્રોજેક્ટ, જી.એમ.ડી.સી. ગઢશીશા અંતર્ગત આયોજિત
આ કાર્યક્રમમાં માનનીય અતિથી શ્રી GMDC ગઢશીશા ના જનરલ મેનેજર શ્રી એસ.ડી. ભંડારી, ડે. જનરલ
મેનેજરશ્રી ડી.એસ.પાઠક, એચ.આર વિભાગના આસી. મેનેજર શ્રી ગોવિંદસિંહ સોઢા, શ્રી વી.એન.વિરાણી, શ્રી એ.
ડી. રોત, શ્રી એમ. એસ. જાડેજા, શ્રી ડી. એસ.પટેલ, શ્રી કે.આર. ગજ્જર તથા વિવિધ વિભાગોના
અધિકારીઓ/કર્મચારીઓ હાજર રહયા હતા અતિથિ તરીકે આમંત્રિત શ્રી વિરાણી સાહેબે વિદ્યાર્થીઓને સંબોધિત
કર્યા અને “ટેક્નોલોજી અને ટકાઉ વિકાસ” પર એક રસપ્રદ અને પ્રેરણાદાયી વ્યાખ્યાન આપ્યું.
મુખ્ય આકર્ષણ: વિજ્ઞાન પ્રદર્શન
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિવિધ વર્ગોના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું વિજ્ઞાન પ્રદર્શન હતું. પ્રયોગશાળા
માં વિવિધ સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓએ તેમના વૈજ્ઞાનિક મૉડલ્સ અને પ્રોજેક્ટ્સ પ્રદર્શિત
કર્યા. આ માં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બી-વેક્સ રેપ્સ, કચરાનું વ્યવસ્થાપન, જળ ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ,
કાર્બન પ્યુરીફિકેશન મોડલ, જેવા અન્ય નમૂનાઓનો સમાવેશ થતો હતો. દરેક સ્ટોલ પર વિદ્યાર્થીઓએ તેમના
પ્રોજેક્ટ ની સરળ અને સમજણીય રીતે જાણ કરી, જે ખૂબ જ પ્રશંસનીય રહી. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં
સ્પર્ધાત્મક ભાવના અને ટીમ વર્ક વિકસ્યો. વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને જી.એમ.ડી.સી.
ટીમ દ્વારા પુરસ્કારો અને પ્રમાણપત્રો વડે સન્માનિત કરવામાં આવ્યા.
નિષ્કર્ષ
આ વાર્ષિક કાર્યક્રમ અત્યંત સફળ અનેઉપયોગી રહ્યો. વિદ્યાર્થીઓએ મનોરંજન સાથે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને વિજ્ઞાનના
ક્ષેત્રમાં તેમની જિજ્ઞાસા વધુ વિકસિત થઈ. આવા આયોજનો ભવિષ્ય માં પણ ચાલુ રાખવાનું આશ્વાસન શાળા
પ્રબંધક મંડળ તરફથી મળ્યું.
કાર્યક્રમ સંયોજક તરીકે શાળાના આચાર્ય શ્રી કાપડીયાભાઇ , શ્રી નીલભાઇ, શ્રી મકવાણાભાઇ, શ્રી પ્રકાશભાઇ,
હાર્દિકભાઇ, શ્રીમતી પૂજા બેન, શ્રીમતી વૃતિ બેન અને શ્રીમતી પુનિતા બેન. ����