ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધામાં ચાણક્યની ટીમની પસંદગી કરવામાં આવી

GUJCOST (Gujarat council on Science and technology) દ્વારા આયોજિત ROBOFEAST 5.0 સ્પર્ધા જે ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા છે, ગુજરાત સરકાર દ્વારા તેનું આયોજન કરવામાં આવેલ અને આ સ્પર્ધામાં ચાણક્યની ટીમની પસંદગી કરવામાં આવેલ છે.

 ચાણક્ય શાળા દ્વારા રજૂ કરવામાં આવેલ રોચક કૃતિનું નામ છે- CHILD(Cognitive and Highly configurable integrated Learning Device).

 સહર્ષ જણાવવાનું કે સમગ્ર ભારત દેશમાંથી અનેક કૃતિઓ પૈકી અનેક પ્રવેશકો પૈકી ચાણક્ય પરિવારની ટીમ પુરા દેશમાંથી ઉચ્ચકક્ષાની કૃતિઓ પૈકી પ્રથમ 20 કૃતિઓમાં સ્થાન મેળવી પોતાની મૂળભૂતતા અને ભવિષ્ય દ્રષ્ટિ માટે અલગ સ્થાન પ્રાપ્ત કરેલ છે, ચાણક્ય પરિવાર ,ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

 આ આ ટીમના સભ્યોના નામ નીચે મુજબ છે.
માર્ગદર્શક શિક્ષકશ્રી:
શ્રી પારસ ડી. ઠક્કર
વિદ્યાર્થીઓ:
સાત્વિક હેતલબેન ચૌહાણ
શ્લોક સોની
રિયા જીતેન્દ્રગીરી ગોસ્વામી
અરવા અકબર અંતારીયા

 ચાણક્ય પરિવારની આ ટીમ હવે આગામી 5 ડિસેમ્બર 2025ના રોજ પ્રૂફ ઓફ કન્સેપ્ટ સબમિશન માટે એક પગલું આગળ ભરવા જઈ રહી છે, તે બદલ શાળાના ટ્રસ્ટીશ્રી વાડીલાલભાઈ સાવલા ,શ્રી સંદીપભાઈ દોશી,શ્રી પંકજભાઈ મહેતા, ,શ્રી જય મહેતા, શ્રીમતિ હસ્તી દોશી,શ્રી અંકિત સાવલા તેમજ જનરલ મેનેજર શ્રી સોહીત પલણ તેમજ આચાર્યશ્રી શ્રીમતિ કવિતા બારમેડાએ તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે.