ભુજનાં લેર અને કોટડા મધ્યે રાત્રીના સમયે એકટિવાની આડે ભેંસ આવતાં 40 વર્ષીય આધે જીવ ખોયો
copy image

ભુજનાં લેર અને કોટડા(ચ.) મધ્યે રાત્રીના સમયે એકટિવાની આડે ભેંસ આવતાં 40 વર્ષીય આધેડે ગંભીર ઇજાઓના પગલે જીવ ખોવાનો વારો આવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ કોટડા (ચ.)ના ઉમિયા નગરમાં રહેતા અને ભુજમાં ઈલેક્ટ્રિક્સની દુકાનમાં ઈલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરનાર એવા અજયભાઈ ગત રાત્રીના સમયે નોકરી પૂર્ણ કરી અને એક્ટિવાથી પરત ઘરે જઈ રહ્યા હતા તે સમયે લેર અને કોટડા (ચ.) વચ્ચે માર્ગમાં ભેંસ આડી આવતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.