ભુજમાં ચાલી રહેલી કથાના મુંદ્રાના યજમાનને આપવામાં આવેલ ઉતારામાં ચોર ઈશમોએ ખાતર પાડ્યું : લાખોની મત્તા લઈ થયા ફરાર

chor

copy image

copy image

ભુજમાં ચાલી રહેલી કથાના મુંદ્રાના યજમાનને આપવામાં આવેલ ઉતારામાં ચોર ઈશમોએ લાખોની મત્તા પર હાથ સાફ કરી લેતા મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર જિગર શૈલેષભાઈ પંડયા છેલ્લા ત્રણ દિવસથી ભુજના પ્રમુખસ્વામીનગરમાં પુષ્કર્ણા અને ભાટિયા સમાજવાડી પાછળ મેદાનમાં ચાલી રહેલી સમાજની ભાગવત કથામાં તેઓ યજમાન તરીકે જોડાયા છે. આ કથાના યજમાનોને કે જેઓ બહારથી આવેલ છે તેમણે વ્યવસ્થાપકો તરફથી જુદા જુદા સ્થળે ખાલી મકાનોમાં ઉતારા આપવામાં આવેલ છે, જેમાં ફરિયાદીને મુંદ્રા રોડના મેહુલ પાર્ક નજીક સહજાનંદ પાર્કના એક ખાલી બંગલામાં ઉતારો આપવામાં આવેલ હતો. આ પરીવાર સવારના કથામાં ગયેલ અને રાતે પરત આવીને તપાસ કરતાં ઘરમાં તમામ સામાન વેર-વિખેર હાલતમાં જોવા મળી આવ્યો હતો. વધુ તપાસ કરતાં આ મકાનમાંથી  અંદાજે 13-14 તોલા સોનાના વિવિધ ઘરેણા તથા 30થી 35 હજાર રોકડાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી દીધી છે.