વરસાદી વાતાવરણ વચ્ચે મીઠાઘોડા રણમાં મીઠું પકવવા ગયેલ યુવાન ગુમ થતાં શોધ ખોળ શરૂ
copy image

હાલમાં જ વર્તુળોમાંથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે અનુસાર વરસાદી વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગરના મીઠાઘોડા રણમાં મીઠું પકવવા ગયેલ યુવાન ગુમ થઈ ગયેલ હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરેલા શક્તિ નામનો યુવાન સુરેન્દ્રનગરના મીઠાઘોડા રણમાં મીઠું પકવવા જતાં ગુમ થયેલ છે. આ યુવકના પરીવારએ તુરંત તેની શોધ શરૂ કરી દીધી હોવાનું સામે આવ્યું છે. વરસાદના કારણે હવામાન અતિ ખરાબ થતાં આ બનાવ બન્યો છે.