મુંદ્રાના ધ્રબમાં યાર્ડ ચેકર તરીકે નોકરી કરનાર 42 વર્ષીય આધેડનું ટ્રેઈલરની હડફેટે મોત

copy image

copy image

મુંદ્રા ખાતે આવેલ ધ્રબના યાર્ડમાં યાર્ડ ચેકર તરીકે નોકરી કરનાર 42 વર્ષીય આધેડનું ટ્રેઈલરની હડફેટે મોત નીપજયું છે. ત્યારે આ ગોઝારા બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારના રાકેશ શર્મા છેલ્લા 12 વર્ષથી મુન્દ્રામાં એકલા રહેતા હતા અને સી-બર્ડ સીએફએસના એસએમએસ-3ના કન્ટેનર યાર્ડમાં યાર્ડ ચેકર તરીકે ફરજ બજાવતા હતા. હતભાગી ગત મોડી રાત્રે નોકરી પર હતા તે સમયે પગપાળા કન્ટેનર તપાસનું કામ કરતી વેળાએ ટ્રેઈલરના ચાલકે બેદરકારી ગફલતભરી રીતે વાહન રીવર્સમાં લઈ તેમને હડફેટે લેતા તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવમાં ઘાયલ થયેલ રાકેશ શર્માનું ગંભીર ઇજાઓના પગલે કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.