ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો

copy image

copy image

વૈશ્વિક સ્તરે જાહેર કરવામાં આવેલ ‘ગ્રોસ ડોમેસ્ટિક ક્લાયમેટ રિસ્ક રિપોર્ટ 2024’માં દુનિયાના ટોપ 50 પ્રદેશોના ડોમેસ્ટિક ક્લાયમેટ રિસ્કમાં ગુજરાતનો પણ સમાવેશ થતાં રાજ્યમાં પર્યાવરણના મોટા ફેરફારોની ગંભીરતા સ્પષ્ટ થઈ છે.  ઉપરાંત ગુજરાતની યુનિવર્સિટીઓમાં થયેલા સંશોધનના તારણો અનુસાર ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં સૂત્રોનું કહેવું છે, ટોપ 50માં વિશ્વના અનેક પ્રદેશોના અભ્યાસ બાદ રજૂ થયેલ  રિપોર્ટમાં દેશના નવેક રાજ્યો ક્લાયમેટ રિસ્કના ગંભીર ભય હેઠળ હોવાનું સામે આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ મામલે નિષ્ણાતોનું કહેવું છે, ગુજરાતમાં અતિશય હવામાન ઘટનાઓમાં વધારો નોંધાયો છે.