વલાસણા ત્રણ રસ્તા નજીક હોટલમાં જુગાર રમતા 9 ઇસમો પકડાયા

ખેરાલુ તાલુકાનાં વલાસણા ત્રણ રસ્તા પાસે આવેલ એક હોટલના રૂમમાં જુગારની પ્રવૃતિઓ ચાલી રહી છે. તેવી બાતમીના આધારે પોલીસે દરોડો કરી અહી જુગાર રમી રહેલા 9 ઈસમોની અટક કરી હતી. આ અંગે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કેસ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખેરાલના વલાસણા    ત્રણ રસ્તા પાસે આવેલ ન્યુસરીતા હોટલના એક રૂમમાં જુગારની પ્રવૃતિઓ આચરવામાં આવી રહી છે. તેવું બાતમી મહેસાણા એલસીબીને મળી હતી. જેના આધારે પોલીસની ટીમે આ સ્થળે ઓઞ્ચિતો દરોડો કર્યો હતો. અહીંથી જુગાર રમી રહેલા પઠાણ અસ્લમ દોલતખાન સહિત 9 શખ્સો પકડી લીધા હતા. પોલીસે અહીંથી રૂ. 1,21 લાખની મતા જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *