મિરજાપર વાડી વિસ્તારમાં વીજ કરંટ લાગતાં વૃદ્ધનું મોત
copy image

ભુજ ખાતે આવેલ મિરજાપરની વાડી વિસ્તારમાં વીજ કરંટ લાગતાં વૃદ્ધનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી રહી છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મિરજાપરના રહેવાસી 67 વર્ષીય વૃદ્ધ મનજીભાઈ પિંડોરિયા વાડીએ હાજર હતા તે સમય દરમ્યાન ઓરડીની બાજુમાં વીજ કરંટ લાગતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.