લખપતનાં ગામમાંથી સગીરનું અપહરણ થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

copy image

લખપતનાં એક ગામમાંથી એક સગીરનું અપહરણ થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે મામલે સૂત્રોનું કહેવું છે, લખપતનાં ગામમાં લગ્નની લાલચ આપી સગીર વયની બાળકી તેમજ તેના નાના ભાઈનું આરોપી ઇસમે અપહરણ કર્યું હોવાની ફરિયાદ પોલીસે મથકે નોંધાવેલ છે. જે અનુસાર ગત તા. 28/10થી 30/10 દરમ્યાન ફરિયાદીના ઘરે આરોપી ઈશમે તેમની 15 વર્ષની દીકરીને લગ્નની લાલચ આપી ફોસલાવીને તેનું તથા તેની સાથે ફરિયાદીના સગીર વયના દીકરાનું ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી અને નાસી ગયેલ છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.