મારૂતિ કારમાંથી ઇંગ્લિશ શરાબ ઝડપાયો

મેસવડા ગામ નજીક પડેલ મારૂતિ કાર નંબર જીજે ૦૩ કે ૬૪૦૭ માં ઇંગ્લિશ શરાબ હોવાની જાણ થતાં ત્યારે જ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરતાં કોઈ હાજર મળી આવેલ નહીં જેથી સદરહુ કાર માલીક બાબતે આજુબાજુમાં વેરીફાઈ કરતાં કારના માલીક કિશન ઉર્ફે દરબાર હકાભાઈ રહે. મેસવડા ગામ તા.જી.રાજકોટ વાળા જણાય આવતા તેને શોધવા ચક્રો ગતિમાન કરેલ તેમજ સદરહુ કારમાં ગેરકાયદેસર કોઈ પણ જાતના પાસ પરમીટ કે આધાર વગર હેરાફેરી કરવાના ઇરાદે રાખેલ ભારતીય બનાવટના ઇંગ્લિશ શરાબનો જથ્થો બોટલ નંગ ૧૨૦ કિંમત રૂ.૪૮,૦૦૦ તથા મારૂતિ કાર મળી કુલ કિંમત રૂ.૧,૦૮,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની તજવીજ કરતી કુવાડવા રોડ પોલીસ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *