વરસામેડીમાં બાઈક સ્લીપ થઇ જતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત

copy image

copy image

અંજાર ખાતે તાલુકાનાં વરસામેડીમાં બાઈક સ્લીપ થઇ જતાં સર્જાયેલ અકસ્માતમાં પુષ્પાબેન નામના મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 1-11ના સાંજના અરસામાં  નરેશ રાઠોડ પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો સાથે હતભાગી પુષ્પાબેન નરેશભાઈ રાઠોડ પણ બાઈકમાં સવાર હતા. તે સમયે બાઈક ચલાવતાં સ્લીપ થઈ જવાના કારણે બાઈક સવાર મહિલાને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.