મુંદરા તાલુકાનાં ભદ્રેશ્વર વિસ્તારમાં વાયુ વાવાઝોડાના પગલે હાઇએલેટ ઉપર મૂકાયેલું તંત્ર કોઈ પણ પ્રકારની ચુક રાખવા માંગતુ નથી. ભદ્રેશ્વર વિસ્તારએમએ માછીમારોની સિઝન ન હોય અત્યારે કોઈ માછીમારો કિનારે કે દરિયામાં નથી હોતા પરંતુ આ વિસ્તારમાં મીઠાના અંગારો મોટા પ્રમાણમાં આવેલા છે ને આ અંગારોમાંજ અગિયારીયો રહેતા હોવાથી તેમને સલામત સ્થળે ખસેડવા ખુબ જરૂરી છે. પ્રાંત અધિકારી, પોલીસ અને ભદ્રેશ્વરના સરપંચ સહિતનાઓએ આ આગિયારાઓને ગ્રામ પંચાયતના હૉલ, ચોખડા મહાદેવ અને બીજી શાળાઓમાં સ્થળાંતર કર્યા છે.