ભુજના રૂદ્રાણી જાગીરની હોસ્ટેલમાં રહેનાર 15 વર્ષીય કિશોરનું પાણીની કેનાલમાં ડૂબી જવાથી મોત
copy image

ભુજના રૂદ્રાણી જાગીરની હોસ્ટેલમાં રહેનાર અબડાસાના બાલાચોડના 15 વર્ષીય કિશોરનું પાણીની કેનાલમાં ડૂબી જવાથી મોત થયું હતું. આ કરુંણ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બાલાચોડનો અને અભ્યાસ અર્થે છેલ્લાં બે વર્ષથી રૂદ્રાણી જાગીરની હોસ્ટેલમાં રહેતો કૃણાલ નામનો કિશોર ગત દિવસે સવારના સમયે રૂદ્રાણી જાગીર નજીક આવેલ પાણીની કેનાલ જોવા ગયો હતો, જ્યાં તે પાણીમાં ન્હવા ગયેલ અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.