રાયપુર ગામમાંથી સામે આવ્યો ચોંકાવનાર બનાવ : બે દિવસ પૂર્વે ગુમ થયેલી 9 વર્ષની બાળકીની પ્લાસ્ટિકના કોથળામાંથી લાશ મળી
copy image

ગાંધીનગર ખાતે આવેલ રાયપુર ગામમાંથી ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે સૂત્રો જણાવી રહયા છે, બે દિવસ પૂર્વે એટલે કે 12/11 ના રોજ ગુમ થયેલી 9 વર્ષની બાળકીની ગત રાત્રે ઘરના પાછળના ભાગે આવેલી ઓસરીમાંથી પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી લાશ મળી આવી હતી. આ અંગે વધુમાં સૂત્રો જણાવી રહ્યા બાળકીની ગળું દબાવીને હત્યા કરવામાં હોવાની આશંકા પ્રાથમિક તપાસમાં કરવામાં આવી રહી છે. બનાવને પગલે મૃત બાળકીના પરીવાર પર દુખોનું આભ તૂટી પડ્યું હતું.