મખણા-પાયરકા માર્ગેથી ગેરકાયદે રાખેલી દેશી બંદૂક સાથે એક સખ્સની ધરપકડ
copy image

સૂત્રો જણાવી રહ્યા છે મખણા – પાયરકા માર્ગેથી બાવળોની ઝાડીમાંથી ગેરકાયદે રાખેલી દેશી બંદૂક સાથે એક સખ્સને પોલસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મખણાથી પાયરકા જતા માર્ગે બાવળોની ઝાડીઓમાં કોઈ શખ્સ ગેર કાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી કોડકીના શખ્સને એક સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.