ભીમાસર નજીક કંપનીની શ્રમિક વસાહતમાં પરિણીત કિશોરીનો આપઘાત
copy image

ભીમાસર નજીક શ્રીરામ ફૂડ કંપનીની શ્રમિક વસાહતમાં પરિણીત કિશોરીએ આપઘાત કરી લીધો હોવાનો ચકચારી બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં માહિતી મળી રહી છે, જે મુજબ અહીં રહેનાર મૂળ જાંબુઆ મધ્યપ્રદેશની અલ્કા ડામોર નામની પરિણીત કિશોરીએ ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ જીવ ત્યાગી દીધો હતો. હતભાગીની લાશનું પી.એમ. કરાવવા જામનગર લઇ જવામાં આવેલ હોવાના અહેવાલ સામે આવ્યા છે.