અમદાવાદમાં ચાલુ બસનું ટાયર નીકળી જતાં નિર્દોષ બાઈકચાલક માટે જીવલેણ પુરવાર થયું
copy image

અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા ચાંગોદરમાં ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલ બસનું ટાયર અચાનક નીકળીને નીચે સર્વિસ રોડ પર પડતા માર્ગેથી પસાર થઈ રહેલ બાઈક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ ગોઝારા બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ચાંગોદર બ્રિજ પરથી ‘યુનિસન ફાર્મા’ કંપનીની સ્ટાફ બસ જઈ રહી હતી તે સમયે કોઈ કારણોસર ચાલુ બસે અચાનક ટાયર નીકળી જતાં આ ટાયર બ્રિજ પરથી સીધું નીચે સર્વિસ રોડ પર ખાબક્યું હતું. જ્યાથી બાઈક લઈને પસાર થઈ રહેલા ભીખાભાઈ ત્રિકમભાઈ ઝાલા નામના યુવાન પર આ ટાયર પડતાં તેનું કાંકમાટીભર્યું મોત થયું હતું.