પશ્ચિમ કચ્છમાં કક્લેકટરશ્રી દ્વારા ખાણ-ખનિજ માટે રચાયેલ જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમએ ખનિજ ચોરી ઝડપી
જિલ્લામાં ખનિજ ચોરીને અટકાવવા જિલ્લા કલેકટરશ્રી, કચ્છ દ્વારા જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે. આ જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ખાણ-ખનિજ ચોરી અટકાવવા ચેકિંગ હાથ ધરવામાં આવેલ. જે હેઠળ ટીમ દ્વારા તા. ૧૦/૧૨/૨૦૨૫ ના રોજ ભુજ તાલુકાના કનૈયાબે ગામ થી ભચાઉ મુખ્ય માર્ગ ને જોડતા રસ્તા પરથી પસાર થતાં રોયલ્ટી વગર ભરેલી ટ્રક નં GJ-૧૨-BV ૭૯૨૨ જેના ડ્રાઈવર કિશન કાનજી કોલી રહે ધાણેટી તથા તેના માલિક વિવેક વાલજી છાંગા રહે ધાણેટી પાસેથી ૩૩ મે.ટન ચાઈનાકલે નાં જથ્થા સાથે કબ્જે કરવામાં આવેલ છે. તેમજ અન્ય એક ટ્રક નં GJ-૧૨-BV-૨૬૪૮ જેના ડ્રાઈવર માનસિંગ કેશરીસિંગ ચૌહાણ જે ઓમકાર શિલ્પ ઇન્ડિયા પ્રા.લી ના માલિકીની ૫ મે.ટન સાદી માટીના રોયલ્ટી કરતા વધારાના (ઓવરલોડ) જથ્થા સાથે આ કબ્જે કરવામાં આવેલ છે. બંને ટ્રક તથા ખનીજની અંદાજિત કિંમત રૂા.૩૫ લાખનો મુદામાલ કબ્જે કરી પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. જેની આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે.