અંજારના વર્ષામેડીમાં કરોડોની જમીન પચાવી પાડવાના ગુનાના મુખ્ય આરોપી સાથે ચીટર ગેંગના ત્રણ આરોપીઓને પકડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે અંજાર વિસ્તારમાં બનતા મિલકત સંબંધી તથા કિમંતી જમીનોના બનાવટી દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડી ઠગાઈ વિશ્વાસઘાત જેવા ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢી તેમજ સત્વરે આરોપીઓ પકડી પાડવા સૂચના કરેલ હોઈ

અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૪૧૪૯૦/૨૦૨૫ બી.એન.એસ.કલમ- ૬૧(૨)(એ), ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨), ૩૩૯ મુજબનો ગુનો ગઈ તા.૧૦/૧૨/૨૦૨૫ ના રજીસ્ટર થયેલ જે ગુના કામે સરકારશ્રી તરફે ફરીયાદી નિલેશભાઈ ભગવાનભાઈ ચૌધરી ઉ.વ.૩૧ નોકરી. રજીસ્ટારશ્રી મામલતદાર કચેરી અંજાર હાલ રહે.અંજાર-કચ્છ નાઓને અંજારની ચીટર ગેંગ દ્રારા વરસામેડી ગામની સીમમાં આવેલ કિંમતી કરોડો રૂપિયાની જમીન જેના રેવેન્યુ સર્વે.નં.૨૨૨/૧ વાળી જમીન પડાવી પાડવાના ઉદેશથી જમીનના મુળ માલીકના ખોટા નામ ધારણ કરી ખોટુ પાવારનામુ બનાવી જે પાવરનામુ ખોટુ હોવાનુ જાણવા હોવા છતા તેનો સાચો અને ખરા તરીકે ઉપયોગ કરી આ જમીન બારોબાર વેચાણ કરવાના ઉદેશથી ખોટા બનાવટી દસ્તાવેજો બનાવી જમીનનુ વેચાણ દસ્તાવેજોમાં ખોટી સહિઓ કરી તેમજ રજીસ્ટાર સમક્ષ જમીન વેચનારની ખોટી ઓળખ આપી આ જમીનની વેચાણ અંગેની નોધ પડાવી એક જુથ થઈ કાવતરૂ રચી ખોટા નામ ધારણ કરી કિમંતી જમીન પચાવી પાડી ગુનો કરેલ હોવાની અત્રેના પો.સ્ટેમાં ફરીયાદીશ્રીએ ફરીયાદ દાખલ કરાવેલ.

જે અન્વયે શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓની સૂચના આધારે બનેલ બનાવની ગંભીરતાને લઈ તાત્કાલીક ધોરણે પોલીસ સ્ટાફની ટીમો બનાવી ગુનાને અંજામ આપનાર ચીટર ગેંગના ત્રણ ઇસમોને શોધી કાઢી મજકુર ઇસમોને સદર ગુના કામે યુકતી-પ્રયુકતી તેમજ ઉડાણપુર્વક પુછ પરછ કરતા આરોપીઓએ જણાવેલ કે અમે વરસામેડી ગામના રે.સર્વે.નં.૨૨૨/૧ વાળી કરોડની કિંમતની જમીન પડાવી પાડવા માટે ખોટું નામ ધારણ કરાવી તેમના નામના ખોટા ઓળખ-પુરાવા એકઠા કરી ખોટુ પાવરનામું બનાવી જે પાવરનામાના આધારે ખોટા વેચાણ દસ્તાવેજો બનાવી તેને સાચા દસ્તાવેજ તરીકે ખોટી સહિઓ કરી તેમજ રજીસ્ટાર સમક્ષ જમીન વેચનારની ખોટી ઓળખ આપી જમીન વેચાણ અંગેની નોધ પડાવી કિમંતી જમીન પચાવી પાડેલ હોવાની કબુલાત આપતા મજકુર ત્રણેય ઈસમને સદર ગુના કામે અટક કરી લઈ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને આરોપીઓને નામદાર કોર્ટમાં રજુ કરી દિન-૦૭ના પોલીસ કસ્ડીના રીમાંન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુમાં છે

પકડાયેલ આરોપીઓ:-

(૧) દિનમામદ કાસમભાઈ રાયમા ઉર્ફ પંકજ હીતેષ વાણીયા ઉ.વ.૪૩ રહે.બાયડ ફળીયુ દેવળીયાનાકા અંજાર

(કાવતરૂ રચનાર મુખ્ય આરોપી )

(૨)ઇમલા કાસમ મથડા ઉ.વ.૬૧ ૨હે.જોટાવાસ દેવળીયા ગામ તા.અંજાર કચ્છ (ખોટા દસ્તાવેજોમાં સાક્ષી તરીકે સહિ કરનાર)

(3)સુલ્તાન અભુભાકર ખલીફા ઉ.વ.૩૫ રહે.વીડી મસ્જીદ પાસે તા.અંજાર (ખોટા દસ્તાવેજોમાં સાક્ષી તરીકે સહિ કરનાર)

ગુનાહિત ઈતિયાસ :-

પકડાયેલ આરોપી દિનમામદ કાસમભાઈ રાયમા રહે. અંજાર વાળાનો ગુન્હાહિત

(૧) અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૬૨/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૧૮(૪) વિગેરે મુજબ

(૨) અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૦૯૭/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૬૧(૨)(એ), ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨), ૩૩૯

(3) અમદાવાદ વેજલપુર. પો.સ્ટે. ગુ.૨.ન. ૧૧૧૯૧૦૨૮૨૪૦૨૭૨/૨૦૧૪ આઈ.પી.સી. કલમ ૩૦૨ મુજબ

(૪) મુંબઈ કોશીવરા થાને ગુ.૨.ન.૧૨૩/૨૦૨૫ બી.એન.એસ.ડલમ-૩૧૮(૪) ૩૨૨ 339 339(3) 3૩૭ ૩૩૮ ૩૪૦(૨) ૬૧(૨) મુજબ

ગુનાને અંજામ આપવાનો હેતુ

ઉપરોક્ત આરોપીઓએ પૈકી મુખ્ય આરોપી દિનમામદ કાસમભાઈ રાયમા રહે. અંજાર વાળાએ તેઓના સાગરીતો સાથે મળી કાવતરૂ રચી જમીનના મુળ માલીકનુ નામ ધારણ કરી ખોટુ પાવારનામુ બનાવી જે પાવરનામુ ખોટુ હોવાનુ જાણવા હોવા છતા તેનો સાચો અને ખરા તરીકે ઉપયોગ કરી આ જમીન બારોબાર વેચાણ કરવાના ઉદેશથી ખોટા બનાવટી દસ્તાવેજો બનાવી જમીનનુ વેચાણ દસ્તાવેજોમાં ખોટી સહિઓ કરી સાચા-ખરા તરીકે રેવેન્યુ રેકર્ડમાં રજીસ્ટર કરાવી આ જમીનની વેચાણ અંગેની નોધ પડાવી એક જુથ થઈ કાવતરૂ રચી આર્થિક ફાયદા સારૂ કરોડોની જમીન પચાવી ગુનાહીત પાડવાની ટેવ ધરાવે છે.

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સપેકટર આર.પી.જાડેજા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે.