ગાંધીધામ મહાનગરપાલિકાના બગીચાઓની રી-ડેવલોપમેન્ટની કામગીરી

ગાંધીધામ મહાનગરપાલિકાના બગીચાઓ (૧) શિવાજી પાર્ક (ર) ટાગોર પાર્ક-ગાંધીધામ (૩) હેમુ કાલાણી પાર્ક (૪) રાજેન્દ્ર પાર્ક-આદિપુરની રી-ડેવલોપમેન્ટની કામગીરી શરુ કરવામાં આવેલ છે. જે કામગીરીની મહાનગરપાલિકાના કમિશનરશ્રી મનીષ ગુરવાની સાહેબ ધ્વારા આજ રોજ તા.૧૧/૧૨/૨૦૨૫ના સ્થળ મુલાકાત લેવામાં આવેલ અને આ કામગીરી જલદી થી પુરી કરવા સુચના આપવામાં આવી. ઉપરોકત તમામ બગીચાઓ રી-ડેવલોપમેન્ટની કામગીરી શરુ કરેલ હોય, જાહેર જનતા માટે પ્રવેશ બંધ કરવામાં આવેલ છે.

વધુમાં, આદિપુર ખાતે ૪/બી વિસ્તારમાં એકસેસેલ મોર્ડન સ્કુલની બાજુમાં નવો પાર્ક બનાવવાની કામગીરી પણ શરુ કરવામાં આવેલ છે. જેને લીધે મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને બગીચાઓની સારી સુવિધા પ્રાપ્ત થશે. તેવુ મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.